Save Preloader image

0%

http://www.marutieducationofdesign.com/wp-content/uploads/2021/06/blog-header-bg-min-1.png

Course Detail

એમ્બ્રોઇડરી ડીઝાઇન

By admin
30

એમ્બ્રોઇડરી ડીઝાઇન માં કામ કરીને મહીને કમાણી કરો ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધી

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર બેસી સોફ્ટવેરમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે, બેડ સીટ, ચાદર, સોફા કવર, ઓશિકા ના કવર, પડદામાં એમ્બ્રોઇડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

એમ્બ્રોઇડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇનને કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું અને શીખવું એકદમ આસાન અને સરળ છે. તો આવો જાણીએ એમ્બ્રોઇડરી ડીઝાઇન વિષે…

એમ્બ્રોઇડરી ડીઝાઇન એટલે કપડા પર દોરાથી વર્ક કરવામાં આવે તેને એમ્બ્રોઇડરી ડીઝાઇન કહેવામાં આવે છે. એમ્બ્રોઇડરીને આપણા ગુજરાતમાં ભરતકામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે વર્ષોથી ભરતકામ, જરદોશી, ચીકન જેવું વર્ક ઘણા પ્રકારનું હાથ થી વર્ક કરતા આવ્યા છીએ. આ બધું વર્ક સાડી, ડ્રેસ, કુરતી, શેરવાની જેવા ભારતીય પોષક માં ચાર-ચાંદ લગાવી દેતા હતા. એટલા માટે એમ્બ્રોઇડરી વર્કની હમેશા થી ડીમાન્ડ વધુમાં વધુ જોવા મળી છે.

એમ્બ્રોઇડરી ડીઝાઇન વર્ક ની ડીમાન્ડ જેમ જેમ વધતી ગઈ અને વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે હવે મશીનનો ઉપયોગ થવા લાગ્યો છે. કેમ કે, મશીનના કારણે પ્રોડક્શન પણ જલ્દી નીકળે છે અને વેપારીઓની ડીમાન્ડ ને પણ આસાનીથી પહોચી વળાઈ છે. આજે આપના સુરતના એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા કપડા ઉપરાંત હેન્ડલુમ જેવી કે, બેડશીટ, ચાદર, સોફાના કવર, ઓશિકાના કવર, પડદાના કાપડ પર વર્ક કરવામાં આવે છે.

* એમ્બ્રોઇડરી ડીઝાઇન કોણ શીખી શકે

એમ્બ્રોઇડરી ડીઝાઇન સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

* એમ્બ્રોઇડરીમાં મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ કમાણી કરી શકો છો.

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે દર મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો. એમ્બ્રોઇડરી ડીઝાઇન શીખવામાં માત્ર ૩ મહિના જેટલો સમય લાગે છે. તેની ફી પણ એકદમ સામાન્ય હોય છે. એકવાર તમે ડીઝાઈનર બની જાવ એટલે તેમાં કમાણી પણ જીવનભર રહેતી હોય છે અને તેની સંપૂર્ણ આધાર તમારા પર નિર્ભર છે.

એમ્બ્રોઇડરી ડીઝાઇન ફિલ્ડમાં તમારે ફક્ત શારીરિક અને માનસિક રીતે જ ફક્ત તમારો સમય આપીને જ કામ કરવાનું હોય છે. કામ કરવાની સાથે સાથે તમે પોતાની રીતે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો. અને આવી રીતે હજ્જારો લોકો પોતાની રીતે લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે.

* એમ્બ્રોઇડરી ડીઝાઇન શીખ્યા પછી કમાણી માટે ઘણા વિકલ્પ હોય છે…

*  સ્કેચ ડીઝાઈનર

*  મેચિંગ માસ્ટર

*  ફેશન ડીઝાઈનર

*  મેન્યુફેક્ચરર

* એમ્બ્રોઇડરી ડીઝાઇન માર્કેટમાં બે સોફ્ટવેરમાં કામ ચાલે છે…

  • Wilcom
  • Stitchmax

* એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં ૧૦૦% નોકરીની ગેરેંટી હોય છે…

એમ્બ્રોઇડરી ડીઝાઇન શીખવાવાળાઓને ટ્રેનીંગ લીધા પછી નોકરીની ૧૦૦% ગેરેંટી આપવામાં આવે છે. અમારી સંસ્થા “મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન” નોકરીની ગેરેંટી એટલે આપે છે કે, માર્કેટમાં એક સારા સ્કેચ ડીઝાઇનરની હંમેશા ડીમાન્ડ રહેતી હોય છે.

* લાઈફ ટાઈમ સપોર્ટ હોય છે…

એમ્બ્રોઇડરી ડીઝાઇન શીખવાવાળા કોઇપણ ડીઝાઈનરને કોર્ષ પૂર્ણ કાર્ય પછી કામ મળવું ખુબ જ જરૂરી હોય છે. એકવાર કામ મળ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તે સમયે જ સાચા સપોર્ટની જરૂર હોય છે. એકવાર ડીઝાઈનર બની ગયા પછી પણ માર્કેટમાં હંમેશા બહુ બધા નવા નવા કોન્સેપ્ટ આવતા રહે છે. ઘણીવાર એવું બને કે, ડીઝાઈનરને કોન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી પડે ત્યારે સાથ અને સપોર્ટની જરૂર પડે છે. એટલા માટે જ ડીઝાઇનરને જયારે જરૂર પડે ત્યારે તેને સપોર્ટ મળે તો તે આગળ વધી શકે છે અને અમારી સંસ્થા એટલે જ તેને લાઈફ ટાઈમ સપોર્ટ આપે છે.

* અમારી સંસ્થાઓના નંબર અને સરનામા…

()     મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન

૪૩૧-૪૩૨, ચોથો માળ, અરિહંત કોમ્પ્લેક્ષ, ઉધના એસ.ટી. ડેપોની પાસે, ઉધના – સચિન રોડ, ઉધના, સુરત. મો. ૯૯૦૪૫ ૧૨૬૦૦

()     મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન

૨૦૭૦, બીજો માળ, ઇન્ટરનેશનલ ફેશન માર્કેટ, સીતાનગર-પુણા ગામ રોડ, સીતાનગર, સુરત. મો. ૮૮૬૬ ૭૨ ૬૮૦૦

()    મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન

એલ-૨૦, સારથી કોમ્પ્લેક્ષ, હીરાબાગ સર્કલ નજીક, મઢીની ખમણી નીચે, હીરાબાગ, વરાછા, સુરત. મો. ૯૯૨૪૧ ૯૮૧૦૦

()    મારુતિ એજ્યુકેશન ઓફ ડીઝાઇન

૨૧૪, બીજો માળ, રોયલ પ્લાઝા, અખંડ આનંદ કોલેજની સામે, વેડ રોડ, સુરત. મો. ૯૮૭૯૭  ૩૮૬૧૯

તો પછી વિચારવાનું છોડો અને આવી જાવ અમારી સંસ્થા પર અને કરી નો એક સારા કરિયર ની શરૂઆત

If your Interested This Course Fill This Form We Will Connect You Soon